19 જુગારીઓને 5.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી વાંકાનેર સિટી પોલીસ

- text


વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસના પો.સબ.ઇન્સ. પી.સી.મોલિયા, પો.કોન્સ. અરવિંદભાઈ ઓળકિયા, સંજયસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ વડગામા સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પડાતા 19 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. આ તમામની જુગારધારા કલમ હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી.પો.સ્ટે.ના પો.ઇન્સ.એચ.એન.રાઠોડ, એ.એસ.આઇ. અમૃતભાઈ પટેલ, પો.હેડ.કોન્સ. કિરીટસિંહ ઝાલા અને અશ્વિનભાઈ ચાવડાને રાઉન્ડ દરમ્યાન બાતમી મળી હતી કે વાંકાનેર મિલ સોસાયટીના હાઉસિંગ બોર્ડમાં મધુભા ઘેલુભા ઝાલા એમના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે. આથી આ બાતમીની ખરાઈ કરી ઉક્ત સ્થળે અન્ય સ્ટાફ સાથે રાખી રેઇડ કરાતા 19 શખ્સો ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

- text

જેમાં મધુભા ઘેલુભા ઝાલા, સિદ્ધરાજસિંહ હેમંતસિંહ ઝાલા, મયુરસિંહ ઉર્ફે મયલો ધર્મેન્દ્રસિંહ ઝાલા, પારસ ઉર્ફે ભજી ભરતભાઇ મકવાણા, પ્રદ્યુમનસિંહ કૃષ્ણસિંહ રાઘવ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, રમેશ જેઠાભાઇ જેત્રોજા, સલીમ ઇસ્માઇલ મકવાણા, સાગર પ્રવીણભાઈ બુદ્ધદેવ, સુનિલ દેવજીભાઈ અધારા, હકાભાઈ હીરાભાઈ વિજવાડિયા, રાજેશ નાનજીભાઈ જીંજવાડિયા, વિરલ પ્રદીપભાઈ બુદ્ધદેવ, ધર્મેશ વિનોદભાઈ કલોલા, પૃથ્વીરાજસિંહ મહાવીરસિંહ જેઠવા, પાર્થગીરી પંકજગીરી ગૌસ્વામી, ધર્મેશ વિરેન્દ્રભાઈ ગૌસ્વામી, દેવાભાઈ કાલદેભાઈ ઉર્ફે કાળાભાઈ સોલંકી અને નીરવ સૂર્યકાન્તભાઈ જોષીને 5 લાખ 69 હજારની રકમના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 4,5 મુજબ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text