મોરબી : ઉમા વિદ્યા સંકુલમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

મોરબી : સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે આજરોજ સવાર અને બપોર એમ બંને પાળીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મટકીફોડ અને રાસ-ગરબા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ સાથે કે.જી. તેમજ ધોરણ – 1 થી 4 ના નાના ભૂલકાઓએ કૃષ્ણ અને રાધાના ટ્રેડિશનલ ડ્રેશમાં સુસજ્જ થઈ આવ્યા હતા, આ સાથે ડીજેના તાલ સાથે નંદ ઘેર આનંદભયોના નાદ સાથે જાણે આજતો ગોકુળ અને મથુરા બંને ઉમા વિદ્યા સંકુલમાં જ હોય તેવું ઉમંગભેર વાતાવરણ અહીં જોવા મળ્યું હતું. આ કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમમાં વાલીગણ પણ જોડાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમ માટે સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં કાર્યક્રમની આ સફળતા બદલ સંસ્થાના પ્રમુખશ્રી અશ્વિનભાઈ અઘારા તથા સંચાલકશ્રી હિતેષભાઈ સોરીયાએ તમામ સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.