મોરબી : રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં તદ્દન અનોખી રીતે જન્માષ્ટમી ઉજવાઇ

- text


મોરબી : મૂલ્યલક્ષી શિક્ષણ આપવા માટે પ્રખ્યાત મોરબીના અત્યાધુનિક ગુજરાતી માધ્યમ પ્લે હાઉસ ‘રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાય છે. ગઈકાલે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અલગ રીતે જ ઉજવાયો. તાજેતરમાં ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35A નાબુદ કરવામાં આવી. આ નિર્ણયને આવકારતા રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલ દ્વારા કલમ 370 અને 35Aની મટકી ફોડવામાં આવી હતી.

- text

આ વિચારને તમામ વાલીઓએ પણ વધાવ્યો હતો અને વખાણ્યો હતો. બાળકોમાં રાષ્ટ્રભક્તિના મૂલ્યો રોપાય ઍ હેતુસર આ પ્રી સ્કૂલમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વની પણ એક સુંદર વિચાર સાથે ઉજવણી કરાવામાં આવી હતી. દેશની સુરક્ષામાં બારેય મહિના અડીખમ રહેતા દેશના જવાનોના માનમાં સૈનિક બનીને આવેલા વિદ્યાર્થીઓને સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને આપણા દેશના જવાનોની રક્ષા માટે પ્રાર્થના કરાવામાં આવી હતી. આમ વિશિષ્ટ રીતે અને દેશભક્તિના રંગે રંગાયેલ તહેવારોની ઉજવણીના વિચારને અનેક લોકો અને વાલીઓ દ્વારા ઉત્સાહભેર આવકારવામાં આવતા રૅઇન્બો વર્લ્ડ પ્રી સ્કૂલના સ્થાપક સંચાલક નીરવભાઇ માનસેતાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

- text