મોરબી : વેપારીને રૂ.13.60 કરોડનો ધુંબો મારનાર તબીબ 9 દિવસના રિમાન્ડ પર

- text


કલેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી : પકડાયેલો બીજો આરોપી જેલહવાલે કરાયો

મોરબી : મોરબીમાં ડેન્ટલ તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે અન્ય ચાર જેટલા શખ્સોએ સાથે મળીને કલેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી એક વેપારીને વિશ્વાસમાં લઈને રૂ. 13.60 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે તબીબ સહિતના બે આરોપીઓને ઝડપી લીધા હતા અને આરોપી તબીબ 9 દિવસના રિમાન્ડ પર સોપાયો છે.જ્યારે બીજા આરોપીને જેલ હવાલે કરાયો છે.

- text

મોરબીમાં આવેલ શુભ ડેન્ટલ કલીનીકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા, પ્રદીપકુમાર કારેલીયા , જયેશ ઉર્ફે રોહિત સોલંકી, રચના સિંધ સહિતના પાંચ શખ્સોએ સાથે મળીને વેપારી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી રહે- ઉમિયાનગર, દ્રારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી વેપારીને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી હતી. જેમાં આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર)માં પાસ થઇ ગયા હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે 13.60 કરોડ રોકડા મેળવી લીધા હતા.

આ કેસમાં પોલીસે આરોપી ડો.વસંત ભોજવીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીને ઝડપી લીધા હતા. આ અંગે એસ.ઓ.જી.પી.આઇ આલએ જણાવ્યું હતું કે, આ બન્ને આરોપીઓને રિમાન્ડ અર્થે રજૂ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપી તબબીના તા.29 સુધીના એટલે કે 9 દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે. જ્યારે બીજા આરોપીને જેલહવાલે કરાયો છે. જૉકે આરોપી તબીબ અગાઉ ચિટીંગના ગુનામાં એ ડિવિઝનમાં પકડાયો હતો. અને ત્યારે આ ઠગાઈના ગુનામાં તેણે કુલ કેટલા શખ્સો સાથે અંજામ આપ્યો હતો તે સહિતની રિમાન્ડ દરમ્યાન તેની ઉલટ તપાસ થશે.

 

 

- text