લાલપર : નવદિપ વિદ્યાલય દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીની વિવિધ શાળાઓમાં જન્માષ્ટમીની આજે જ ઉજવણી કરવામાં આવી રહી છે. કારણ કે આજથી હવે સાતમ આઠમનું મીની વેકેશન પડશે. ત્યારે મોરબીના લાલપર ગામમાં આવેલી નવદીપ વિદ્યાલયમાં આજે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમીની ઉલ્લાસ પૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળામાં મટકી ફોડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. શાળાના બાળકોએ મટકી ફોડ અને દાંડિયા રાસ રમી ઉત્સાહભેર કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.