માળીયાથી કચ્છ તરફના નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ

- text


માળીયા : માળીયાથી કચ્છ તરફ જતા નેશનલ હાઇવે નંબર 27માં આજે ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ હાઇવે પર આશરે 15 કિમિ સુધી વાહનોની કતારો લાગી હતી.ભારે વાહનોની કતારો લાગતા ખાસ્સો સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો અને અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ હાઇવે પર અવારનવાર ટ્રાફિક જામ સર્જાઈ છે અને કલાકો સુધી ટ્રાફિકમાં અનેક લોકો ફસાઈ રહે છે.તેથી આ ટ્રાફિક સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જરૂરી છે.

 

- text