મોરબી જિલ્લા પોલીસ વડાનો સ્કૂલના બાળકો સાથે સંવાદ : “પોલીસ પ્રજાનો મિત્ર છે”

- text


ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત વેળાએ એસપીએ બાળકોને પોલીસની કામગીરી સમજાવી

મોરબી : રવાપર-ધુનડા રોડ સ્થિત ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓ કચેરીની વિવિધ શાખાઓ અને તેની કામગીરીથી વાકેફ થયા હતા. આ તકે એસપીએ સ્કૂલના બાળકો સાથે સીધો સંવાદ કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનો સંદેશ આપ્યો હતો.

- text

શાળાના આશરે 80 જેટલા વિદ્યાર્થીઓની આ મુલાકાત દરમ્યાન તેઓએ મુખ્ય મથક, એસ.સી.એસ.ટી. કચેરી, એલ.સી.બી., એસ.ઓ.જી., એમ.ઓ.બી., રીડર શાખા, કોમ્પ્યુટર શાખા, અરજી શાખા, ટેક્નિકલ સેલ, હથિયાર વિભાગ, વાયરલેસ ઓફીસ, પોલીસ કંટ્રોલ રૂમ સહિત પોલીસના તમામ કાર્યોથી વાકેફ કરવામાં આવ્યા હતા. પોલીસ પ્રજાનો મિત્ર છે, કોઈ પણ મુસીબતના સમયમાં પોલીસનો નિર્ભય રીતે સંપર્ક કરવા અંગે સમજણ અપાઈ હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

- text