મોરબી : કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીના જન્મદિવસની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં આજે કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જેમાં આર્ટ્સ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરીને પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબી શહેર કોંગ્રેસ અને મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો સહિતનાએ મોરબીની યુ.એન મહેતા આર્ટસ કોલેજ ખાતે વૃક્ષારોપણ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિનની ઉજવણી કરી હતી અને કોલેજ કેમ્પસ ખાતે 20થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.આ તકે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી, જિલ્લા પંચાયતના સદસ્યો મુકેશભાઈ ગામી, ચેરમેન અમુભાઈ હુંબલ, આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એમ કંઝારીયા, કે.ડી.પડસુબિયા, કે.ડી.બાવરવા,પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શીરોહયા સહિતના કોંગ્રેસના અગ્રણીએ વૃક્ષારોપણ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરી હતી.