મોરબીમાં રેવન્યુ કર્મચારીઓનો કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને વિરોધ

રેવન્યુ કર્મચારીઓ આજથી પાંચ દિવસ સુધી કાળી પટ્ટી સાથે ફરજ બજાવી પોતાની માંગ બુલંદ બનાવશે

મોરબી : મોરબીના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પડતર પ્રશ્ને આજે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે રેવન્યુ કર્મચારીઓ આજથી પાંચ દિવસ સુધી લગાતાર કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને પોતાની મંગણીઓને બુલંદ બનાવશે

રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ને સરકાર સામે લડતના મંડણ કરીને આજે સોમવારથી શુકવાર સુધી એટલે પાંચ દિવસ સુધી રેવન્યુ કર્મચારીઓ કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને અનોખો વિરોધ કરશે એવું એલાન આપ્યું હતું.જેના ભાગરૂપે આજે મોરબીમાં રેવન્યુ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.મોરબી જિલ્લાના તમામ મહેસુલી વિભાગના કર્મચારીઓ આજથી પાંચ દિવસ સુધી લગાતાર કાળી પટ્ટી સાથે ફરજ બજાવીને પોતાની મંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે તેમ રેવન્યુ કર્મચારી મંડળ વર્ગ-3ના પ્રમુખ હિતેશ કુંડારીયાએ જણાવ્યું છે.