મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે વૃક્ષારોપણ કરાયું

મોરબી : મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતે તાજેતરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે,જીજ્ઞેશભાઈ પંડયા,જનકભાઈ રાજા અને સ્થાનિક રહીશો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો ખાતે વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.આ તકે સામાજિક કાર્યકરોએ અહીંયા હજુ વધુ વૃક્ષોનું આગામી સમયમાં વાવેતર કરવાનું જણાવ્યું હતું.