મોરબી : રઝળતા ઢોરનો ત્રાસ 3 દિવસમાં દૂર ન કરાઇ તો ઇતિહાસમાં ન થયું હોય તેવું આંદોલન કરવાનું એલાન

- text


મોરબી શહેર યુવા ભાજપ મોરચાએ પાલિકા તંત્રને આવેદન આપીને 3 દિવસમાં રઝળતા ઢોરની સમસ્યા હલ કરવાનું અલટીમેટમ આપ્યું

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી રઝળતા ઢોરની સમસ્યા દિનપ્રતિદિન વિકટ બની રહી છે. છતાં તંત્ર મચક આપતું ન હોવાથી આજે મોરબી શહેર યુવા ભાજપ મોરચાએ પાલિકા તંત્રને આવેદન પાઠવીને રઝળતા ઢોરની સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ આપવાની માગ કરી છે અને જો ત્રણ દિવસમાં આ રઝળતા ઢોરનો ત્રાસ દૂર નહિ થાય તો ઇતિહાસમાં ન બન્યું હોય તેવું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

- text

મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા તથા યુવા ભાજપ મોરચાના મહાવીરસિંહ જાડેજા, મનનભાઈ શેઠ, સુખદેવભાઈ દેલવાડિયા ,અરુણભાઈ રામાવત, તેજશભાઈ રાણપરા અને ઉત્સવભાઈ સહિતનાએ આજે નગરપાલિકા તંત્રને આવેદન પાઠવીને જણાવ્યું હતું કે, સોરાષ્ટ્ના પેરિષ તરીકે ઓળખાતા મોરબી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રઝળતા ઢોરની સમસ્યા ગંભીર બની રહી છે. જ્યાં જુઓ ત્યાં રોડ પર રઝળતા ઢોરનો જમેલો જોવા મળે છે. ખાસ કરીને રઝળતા ઢોરનો મુખ્યમાર્ગો પર ભારે અડીંગો રહે છે. મુખ્યમાર્ગો પર રઝળતા ઢોર કબ્જો જમાવીને બેસતા હોવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જ્યારે મુખ્યમાર્ગો પર કબજો જમવાતા આ ઢોરો ઘણીવાર આપસમાં બાખડી પડતા હોવાથી વાહન ચાલકો પર જીવનું જોખમ રહે છે. તેથી શહેરીજનોને આ રઝળતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે અને આ માટે પાલિકા તંત્રને ત્રણ દિવસની મહેતલ આપીને જો ત્રણ દિવસમાં રઝળતા ઢોરનો ત્રાસ દૂર ન થાય તો ઇતિહાસમાં ન થયું હોય તેવું આંદોલન કરવાની ભાજપે ચીમકી આપી છે.

 

- text