મોરબી અને ટંકારામાં બોળચોથ નિમિતે ગાય-વાછરડાનું પુજન કરાયું

મોટી સંખ્યામાં મહિલાઓએ ગોમાતાઓ અને વાછરડાનું પૂજન પરિવારના મંગલમય કલ્યાણની પ્રાર્થના કરી

મોરબી : શ્રાવણ વદ ચોથને આજે સોમવાર તા. ૧૯ના દિવસે બોળચોથ છે. બોળ ચોથને “બહુલા” ચોથ પણ કહેવાય છે. બોળચોથ એ ગાયની સેવા પુજા માટેનો ઉત્તમ દિવસ છે. ગૌસેવા એજ પ્રભુસેવા ગાયમાં ત્રેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે. આમ ગાયની સેવા કરવાથી તમામ ભગવાનની પુજા થઈ જાય તેમ માનવામા આવે છે. ત્યારે બોળચોથ નિમિત્તે મોરબીમાં ઠેરઠેર અને ટંકારાના હડમતિયા અને લજાઈ ગામે ગાય-વાછરડાનું પુજન કરવામાં આવ્યું હતું.

ગૌસેવા કરવાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ રહે છે અને ભાગ્યોદય થાય છે. બોળચોથના દિવસે ગાયને ઝુલ-ઘંટડી અને ફુલહારના શણગારથી ગાયોને ધાસ નાખવું ગાયની પુજા કરવી સાથે બીજા લોકોને પણ ગૌસેવા માટે પ્રેરણા આપવી આ દિવસે ગાય વાછરડાનું સાથે પુજન કરવું બોળ ચોથના દિવસે ખાડવું નહિ, દળવું નહિ, છરી ચપ્પુંનો રસોઈમાં ઉપયોગ ન કરવો. તે ઉપરાંત ઘઉનો પણ આ દિવસે રસોઈમાં ઉપયોગ ન કરવો.

પહેલાના જમાનામાં એક પણ ઘર ગાય વગર ન હતું અને બળદ વગરનું ઘર ખેડુતનું ન હતું. જેની પાસે વધારે ગાયો હતી તે વધારે ધનવાન ગણાતા અને સવારમાં સૌપ્રથમ ગૌસેવા થતી હતી. પુરાણોમાં જોઈએ તો ઋતીમુનીઓ અને રાજાઅો પણ ગાયો રાખી તેનું પુજન અર્ચન કરતા. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગૌસેવા કરેલી ગૌસેવા એજ પ્રભુસેવા ગણાય છે.

કથા અનુસાર શ્રાવણ મહિનામાં એક ગામમાં સાસુમાં પોતાના વહુને કહે છે હું સ્નાન કરવા જાઉ છું તમે ઘઉલો ખાંડી રાખજો ઘઉલો એક વાનગીનું નામ છે. પરંતુ ઘરમાં વાછડાનું નામ ઘઉલો હતું આથી વહુ બહુ ભોળી હતી. વાછડાને ખાંડીને રાંધે છે. આ વાતની સાસુ માને ખબર પડે છે. દુઃખી થાય છે. સાંજના વાછરડાની માતા ગાય ઘરે પાછી આવે છે પોતાના વાછરડાને કયાય ન જોતા દુ:ખી થાય છે. ગાયની નજર રાંધેલા વછરડા પર પડે છે તે જોઈ ગાય તેમની પગની ખરીથી સજીવન કરે છે. ત્યાર બાદ સાસુ અને વહુ બન્ને ગાય વાછરડાનું પુજન કરે છે. આ દિવસે બોળચોથનો દિવસ હોવાથી પરંપરા મુજબ ગાયનુ પુજન થતું આવે છે.

પોતાના બન્ને હાથની હથેળીમાં ગોળ ચોળી ગાયને હથેળી ચાટવા આપવાથી જીવનમાં ભાગ્યોદય થાય છે અને બધા જ દુઃખો દુર થાય છે. ગાયોને ઘાસ નાખવાથી પિતૃઓને મોક્ષ ગતી મળે છે અને ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય છે. બિમારીમાંથી મુક્તિ મળે છે તેમજ દરરોજ ગાયના પુજન અર્ચનથી ઉત્તમ ફળની પ્રાપ્તી થાય છે.

મોરબી મા બોળ ચોથ નિમિતે ઠેર ઠેર ગાય પૂજન કરવામાં આવ્યું હતું.આજે શ્રાવણ વદ ૪ ને બોળ ચોથ નિમિતે ગાય પૂજનનો મહિમા હોવાથી બહેનોએ દરેક વિસ્તારમા ગાયપૂજા કરવામાં આવી હતી. મોરબીના પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે એ શાસ્ત્રોક્ત મહિમા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાયમા રૂંવાડે રૂંવાડે દેવ રહેલા છે હિન્દુ સત્ય સનાતન ઋષિ પરંપરા મા ગાય ને માં નું બિરૂદ આપવામાં આવ્યું છે. गावो विश्वशय मातर :વેદ,પુરાણ,શાસ્ત્રો,ઉપનિશદો , ધર્મ ગ્રંથોમાં ગાય નું મહત્વ દર્શાવ્યું છે. વૈજ્ઞાનીક દ્રષ્ટિ એ પણ ઘણું મહત્વ છે.ગાય ના દૂધ નો,ઘી નો ,માખણ નો આગ્રહ રાખીશું , ગાયના દૂધ ઘી અને માખણ ની માંગ વધશે તો ગાયો કપાતી બચશે અને ગાયો નું મહત્વ વધશે.ગાયો નો આધારે તો મનુષ્ય નું જીવન ચાલે છે .ગાય ના દૂધ થી માનવ ની મતી તેજ બને છે. તંદુરસ્તી સારી રહે છે.સામાકાંઠે આવેલા મહાવીર નગર ના ચોક મા નીલકંઠ , મહાવીર, પાવન પાર્ક,ઋષભનગર,શ્રીમદ્દ રાજ,મધુવન સોસાયટી ની બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.