વાંકાનેર : કુંભારપરામાં જુગાર રમતા 6 ઝડપાયા

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે શહેરના કુંભાર પરામાં જાહેરમાં જુગાર રમતા 6 લોકોને રૂ.13,960ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

આ અંગે મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસના જવાનો પેટ્રોલિગમાં હતા તે દરમિયાન વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં હનુમાનજી મંદિરની સામે, શેરી નંબર 5ના ખૂણે જાહેરમાં જુગાર રમતા છ લોકોને ઝડપી લીધા હતા. જેમાં (1)જીતેન્દ્ર ધરમશી સારદિયા (ઉંમર વર્ષ 24) રહે કુંભારપરા 5, (2) સંજય જીવરાજભાઈ તાવિયા (ઉંમર વર્ષ ૨૪) રહે કુંભારપરા, (3) પરવેજ હબીબભાઈ કુરેશી (ઉંમર વર્ષ 22) રહે કુંભારપરા, દાતાર રોડ (4) નિલેશ રમેશભાઈ જેસાણી (ઉંમર વર્ષ 21) રહે 9-એવન્યુ, રાતીદેવરી રોડ (5) રાજુભાઈ હરિભાઈ મેર (ઉંમર વર્ષ ૩૨) રહે કુંભારપરા શેરી નંબર 2 (6) મહેશ દેહરભાઇ ઉધરેજા (ઉમર વર્ષ 25) રહે.ગુલાબનગર, રાજાવડલા રોડ.ને રૂ.13,960નો રોકડ સાથે જુગાર રમતા પકડી વાંકાનેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.