મોરબી : સીરામીકની ઓરડીમાં પત્નીની હત્યા કરનાર પતિ ભોપાલથી ઝડપાયો

અવાર નવાર ઝઘડા થતા હોવાથી ગળાટૂંપો દઈને પત્નીનું કાસળ કાઢ્યું હોવાની કબૂલાત

મોરબી : મોરબી નજીક સીરામીક ઓરડીમાં પત્નીની હત્યા કરનાર પતિને મોરબી તાલુકા પોલીસની ટીમે ભોપાલથી દબોચી લઈને તેની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ કબૂલાત પણ આપી છે કે તેની પત્ની સાથે તેને અવારનવાર ઝઘડા થતા હોવાથી ગળાટૂંપો દઈને તેનું કાસળ કાઢી નાખ્યું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર સ્માઇલ નામના એકમમાં રાધાબેન નામના મહિલા શ્રમિકની કવાટરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક મહિલાને સાડી વડે ગળેટૂંપો આપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં સામે આવ્યું હતું. આ બનાવમાં શૈલેષ ઉર્ફે સંજય ભુપતભાઈ રાવા જાતે ભરવાડ રહે.વીસીપરા મોરબી મૂળ.સોખડાની ફરિયાદ લઈને મૃતક મહિલાના પતિ સાહિદખાન ઉર્ફે સોનુ રસિદખાન છોટેખાન પઠાણ રહે.મૂળ ભોપાલ હાલ.મોરબી લખધીરપુર રોડ સ્માઇલ સિરામિક વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ત્યારબાદ તાલુકા પોલીસની ટીમે ભોપાલ જઈને ત્યાંથી આરોપી સોનુને ઝડપી પાડ્યો છે. આરોપી સોનુની પૂછપરછ કરતા તે તેની પ્રથમ પત્નીને પૈસા મોકલતો હોવાથી આડા સંબંધની શંકા કરીને તેની પત્ની અવારનવાર ઝઘડા કરતી હોવાથી તેની ગળાટૂંપો દઈને હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.