મોરબી-ટંકારા-રાજકોટ વચ્ચે રેલવે સેવા અંગે તંત્રના હકારાત્મક પ્રતિભાવને આર્યસમાજ ટંકારાએ આવકાર્યો

આર્યસમાજે અને ટંકારાવાસીઓએ તાત્કાલિક રેલ સેવા શરૂ થાય તેવી આશા વ્યકત કરી

ટંકારા : ટંકારામાં આમ તો રાજાશાહી વખતમા દિવસમા બે વખત ટ્રેન આવતી હતી . જે રેલવેના ક્વાર્ટર પણ હાલ મોરબી નાકા પાસે ખંડેર હાલતમાં છે અને નગરજનો સાવ મામુલી ભાડામાં મુસાફરી કરી રેલવે સેવાનો લાભ લેતા. ત્યારે મોરબીના રાજવીએ રાજકોટ દરબાર સાથે વાટાઘાટો કરી ટંકારા થી રેલ વ્યવહાર રાજકોટ સુધી લંબાવવામાં માટે વાત કરી હતી. પરંતુ તે સમયે આ સેવા શક્ય બની ન હતી. પરંતુ હાલમાં ફરી એક વાર મોરબી-ટંકારાથી રાજકોટ રેલ સેવા શરૂ કરવા માટે રેલ વિભાગ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હોય આગામી દિવસોમાં ટંકારામાં રેલવે સ્ટેશન ફરી ધમધમતુ થશેના એધાણ મળી રહ્યા છે. જેને લઇ વર્ષોથી રેલ સેવા માટે માંગણી કરતા દયાનંદ સરસ્વતી સાથે જોડાયેલા આર્યસમાજ ટંકારાએ આ પ્રતિસદને ખુબ જ ઉમળકાભેર વધાવ્યો છે. અને તાત્કાલિક આ માટે કામગીરી શરૂ થઈ જાય એવી આશા વ્યકત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ટંકારા આવ્યા હતા અને રેલ સેવા શરૂ કરવા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે કેન્દ્ર સરકાર ને વાત કરશે ત્યારે હવે તેવો જ સર્વેસર્વા છે ત્યારે મોરબી-ટંકારા-રાજકોટ રેલવે લાઇનનું કામ ત્વરિત મંજુર કરી પૂર્ણ થાય તેવું આર્યસમાજ ટંકારા અને ટંકારાના લોકોએ આશાવાદ વ્યક્ત કર્યો છે.