મોરબીમાં તસ્કરોનો તરખાટ : યમુના નગરમાં પાંચ મકાનોના તાળા તૂટ્યા

- text


ત્રણ મકાનમાંથી કિંમતી સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની સ્થાનિકોની ફરિયાદ વચ્ચે સબ સલામત હોવાનો પોલીસનો ડોળ

મોરબી : મોરબીમાં પોલીસની નિષ્ક્રિયતાના પાપે તસ્કરો બે લગામ બની ગયા હોય ઉતરોતર ચોરીના બનાવો વધી રહ્યા છે.જેમાં મોરબીના નવલખી રોડ પર આવેલ યમુના નગર સોસાયટીના પાંચ મકાનોને શનિવરની રાત્રે નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.એક જ રાતમાં પાંચ મકાનોના તાળા તૂટ્યાની અને ત્રણ મકાનમાં ચોરી થયાની સ્થાનિકોની ફરિયાદ વચ્ચે પણ પોલીસે સબ સલામત હોવાનો ડોળ કર્યો હતો.

મોરબીના નવલખી રોડ પર આવેલ યમુના નગર સોસાયટી- 2ની શેરી નંબર 4માં શનિવારની રાત્રે તસ્કરો ખબકયા હતા અને આ શેરીમાં આવેલ પાંચ મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને અઢી લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવની વધુમાં મળતી વિગતો અનુસાર તસ્કરોએ એકીસાથે પાંચ મકાનમાં ચોરી કરી હતી.જેમાં ગઢવી બંધુઓના બે મકાનમાં હાથ ફૅરો કર્યો હતો.જેમાંથી એક મકાનમાંથી રૂ.2 લાખની કિંમતના સાડા છ તોલા અને અઢીસો ગ્રામ ચાંદીના દાગીના અને બીજા મકાનમાંથી રૂ 25 હાજર રોકડા અને એ સિવાયના ત્રીજા મકાનમાં રૂ.9 હજાર રોકડા અને ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતા.ગઢવી બધુંઓ બહારગામ ગયા બાદ તસ્કરોએ પાછળથી તેમના મકાનમાં ખાતર પાડ્યું હતું.જ્યારે ત્રીજા મકાનના માલિક સામેના રહેતા તેમના સગાના ઘરે સુતા હતા.તે દરમ્યાન ચોરી થઈ હતી.

- text

આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે,પાંચ મકાનોમાં તાળા તૂટ્યાની જાણ થયા બાદ તપાસ કરતા કઈ માલમતા ન ગઈ હોવાનું રટણ કર્યું હતું.અને મકાન ખાલી હતા તેમજ તસ્કરોના પગના નિશાન જોવા મળ્યા હતા.પરંતુ કોઈ વસ્તુની ચોરી ન થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.પરંતુ સ્થાનિકોના કહેવા પ્રમાણે પાંચ મકાનના તાળા તૂટ્યા હતા અને ત્રણ મકાનમાંથી કિંમતી માલમતાની ચોરી થઈ હતી.પરંતુ પોલીસના આવા વલણથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર નાની મોટી ચોરીના બનાવો બને છે.જાણે પોલીસનું નાઈટ પેટ્રોલીગ માત્ર કહેવા પૂરતું હોય તેમ તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે.જોકે ચોરીના બનાવો ન બને તે માટે પોલીસે અસરકારક નાઈટ પેટ્રોલીગ બનાવના બદલે ક્યારેક ચોરીના બનાવો બન્યા બાદ ફરિયાદ નોંધવામાં પણ બેદરકારી દાખવીને ક્રાઈમ રેટ છુપાવવાનો હીન પ્રયાસ કરે છે.ત્યારે આવા ચોરીના બનાવો જ ન બને અને લોકોની માલમતાની સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ નાઈટ પેટ્રોલીગ અસરકારક બનાવે તેવી જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી છે.

- text