મોરબી : જુના ઘુંટુ રોડ ઉપર ઘરમાં જુગાર રમતા 8 પકડાયા

- text


મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા 8 શખ્સોને રૂ. 65હજારની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર ખારી વિસ્તારમાં આવેલ જીવાભાઈ હનુભાઈ જાદવના રહેણાંક મકાનમાં દરોડો પાડીને જુગાર રમતા જીવાભાઈ હનુભાઈ જાદવ, સિરિષભાઈ રસિકલાલ નંદાણી, શૈલેષભાઇ માધવજીભાઈ પરમાર, હિતેશભાઈ ધનજીભાઈ રાઠોડ, પવનકુમાર સત્યપ્રકાશસિંહ અવધિયા, નેજાભાઈ હસમુખભાઈ, અશોકભાઈ પ્રેમજીભાઈ જારીયા અને નવીનચંદ્ર બીપીનભાઈ દોશીને રૂ. 65,500ની રોકડ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text