હળવદના અજીતગઢ ગામે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : એકની ધરપકડ

- text


મિયાણી ગામના શખ્સને ઝડપી લઇ અન્ય ક્યાં-ક્યાં ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ

હળવદ : પંથકના અજીતગઢ ગામે માતાજીના જુદા-જુદા ત્રણ મઢમાં સોના ચાંદીના દાગીના ની ચોરી કરી જનાર શખ્સને હળવદ પોલીસે તાલુકાના મિયાણી ગામેથી ઝડપી લઇ આરોપી એ અન્ય કેટલી ચોરીને અંજામ આપ્યો છે તે માટે કોર્ટમાં રજુકરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

હળવદ પંથકમાં છેલ્લા પાંચ દિવસમાં ઉપરાછાપરી ચોરીના બે બનાવો બનવા પામતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી પંથકમાં બનેલા ચોરીના બનાવોને પગલે હળવદ પી.આઈ એમ.આર સોલંકી દ્વારા જુદી-જુદી ટીમો બનાવી આરોપીઓને વહેલી તકે ઝડપી લેવા તપાસ આદરી હતી ત્યારે આજે પી.એસ.આઇ.પી.જી પનારા,બીપીનભાઈ પરમાર, વિપુલભાઈ નાયક,કમલેશભાઈ પ્રજાપતિ,મુમાભાઈ રબારી સહિતનાઓ એ તાલુકાના અજીતગઢ ગામે આવેલ માતાજી ના જુદા જુદા ત્રણ મઢમાં હાથફેરો કરી જનાર શખ્સને ઝડપી પાડવામાં સફળતા સાપડી હતી

- text

પોલીસ દ્વારા હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા ગાંડુભાઈ લાભુભાઈ કોળી નામના શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરાતા આરોપી પોલીસની સામે પોપટની જેમ અજીતગઢ ગામના જુદા-જુદા ત્રણ મઢમાં ચોરી કરી હોવાની કબૂલી હતી જેથી પોલીસ દ્વારા આરોપી એ હજુ ક્યાં ક્યાં સોરી ના બનાવને અંજામ આપ્યો છે તેમજ ચોરીનો માલ ક્યાં વહેંચતો હતો સાથે આ ચોરીમાં હજુ કોણ-કોણ સંડોવાયેલા છે તેમ સહિતની તપાસ માટે આરોપીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text