મોરબીના યુવાનોએ ગરીબોને ફ્રુટ વિતરણ કરીને જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : ઓદ્યોગિક નગરી શહેર જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે.

- text

મોરબીના ક્રાંતિકારી સેનાના યુવા રાધેભાઇ પટેલ તથા માનસર ગામના ભાવેશભાઈ લાડોલા (ભાવો પાટીદાર)ના આજે જન્મદિવસ નિમિત્તે રવાપર રોડ પર આવેલ કેનાલ ચોકડી અને નવખલી ફાટક પાસે ઝુપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને ફ્રુટ વિતરણ કરી આનંદની અનુભૂતિ કરી જન્મદિવસ ઊજવણીને ખરા અર્થમાં સાર્થક બનાવી હતી.

- text