મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા કાલે રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા ફેમેલી ફંકશન

- text


મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આવતી કાલે રવિવારે ફેમેલી ફંકશન અને વિદ્યાર્થી સન્માન સંભારભનું આયોજન કરવામાં આવ્યુ છે. જે એસોસિયેશન છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. 5માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષ પણ લીલાપર રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં બપોરે 4:30 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

- text

જેમાં મોરબી જિલ્લાના ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફરના જે બાળકોને સારા માર્ક મળ્યા હોય એવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે વિદ્યાર્થી સરસ્વતી સન્માન સંભારભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ એસોસિયેશનમાં પ્રમુખ નિલેશભાઈ દેથરીયા, ઉપપ્રમુખ રાકેશભાઈ કાવર અને મંત્રી પરેશભાઈ ચંદ્રાસલા સહિતના સભ્યો જવાબદારી સાંભળી રહ્યા છે.

- text