મીઠાના અગરોને કારણે વરસાદી પાણીનો ભરાવો થતા જાજાસર ગામે ખેતીની જમીનને નુકશાન

- text


માળીયા (મી.) : જાજાસર ગામના નીલ સ.નં. પર જુદા જુદા મીઠા અગરો માટે કુદરતી દરિયાઈ ક્રિકનું બુરાણ કરી કુદરતી પાણીનો નિકાલ અવરોધાઈ રહ્યો છે. આ બાબતે વારંવાર ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય પરિણામ ન આવતા ગામની ખેતીની જમીનને પારાવાર નુકશાન થઈ રહ્યું છે.

માળીયા મી.ના જાજાસર ગામ નજીક મીઠાના અગરો માટે મોટા મોટા પાળા બનાવીને દરિયાઈ ક્રિકનું પાણી એકઠું કરાય છે. જેને કારણે વરસાદી પાણીનો નિકાલ અવરોધતા વરસાદી પાણી ખેતરોમાં ફરી વળે છે. મીઠાના કારખાનાના માલિકો દ્વારા સરકાર દ્વારા ફાળવાયેલી જમીન કરતા વધુ જમીન વાળી લેવામાં આવે છે જેને કારણે પણ વરસાદી પાણીનું વહેણ અવરોધાય છે. આ વરસાદી પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેતીની જમીનની સાથોસાથ ખેડૂતોને પણ લાખો રૂપિયાની નુકશાની સહન કરવાનો વારો આવે છે. 2017ના વર્ષથી આજ દિન સુધી માળીયા મી.મામલતદાર અને મોરબી જિલ્લા કલેકટરને 6 વાર અરજીઓ આપીને આ બાબતે ધ્યાન દોરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ખારું પાણી ખેતરની જમીનમાં ફરી વળતા ગામના ખેડૂતોની 40% જમીન ખારી થઈ ગઈ છે. જવાબદાર તંત્ર આ અંગે તાકીદે ઘટતી કાર્યવાહી કરે એવી ગ્રામજનો સહિત ગ્રામપંચાયત જાજાસરએ માંગ કરી છે.

- text

 

 

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text