વ્હાઇટ હાઉસ સિરામિકમાં આગ : મશીનરીને મોટું નુકશાન

વાંકાનેર : વાંકાનેર નજીક ટોલનાકા પાસે આવેલી સીરામીક ફેકટરીમાં બે દિવસ પહેલા રાત્રીના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી.આ આગમા સીરામીક ફેક્ટરીની મશનરીને મોટું નુકશાન પહોંચ્યું હતું. સદભાગ્યે આ આગના બનાવમાં જાનહાની ટળી હતી.

આ આગના બનાવની વાંકાનેર પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસે આવેલ વ્હાઇટ હાઉસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની સીરામીક ફેકટરીમાં ગતતા.14 ઓગસ્ટની રાત્રીના સમયે અચાનક આગ લાગી હતી. આ ફેકટરીના ડિજિટલ મશીનરી વિભાગમાં લાગેલી આગે પળવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની ઝપટે આ ફેકટરીની મશીનરીઓ ચડી જતા મશીનરીઓને મોટું નુકશાન થયું હતું. જોકે આ આગના બનાવમાં જાનહાની થઈ ન હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કટિથી આ ફેકટરીમાં આગ લાગયાનું તારણ છે. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.