આર.ઓ.પટેલ વિમેન્સ કોલેજમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


આ ઉપરાંત કોલેજમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી

મોરબી : મોરબી જિલ્લાની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર કહી શકાય તેવી સંસ્થા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત મહિલા સશક્તિકરણ પખવાડિયાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી અંતર્ગત કોલેજના કોમર્સ વિભાગમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સામૂહિક સેમિનારના આયોજનમાં બહોળી સંખ્યામાં વિધાર્થિનીઓએ ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં બેટી બચાઓ બેટી પઢાઓ થીમ પર સમાજમાં હાલના સમયની ગંભીર વાસ્તવિક સ્થિતિ પર કટાક્ષ ભરેલ ચિત્ર દોરી સર્વે વિદ્યાર્થીનીઓએ સમાજના દરેક વર્ગના લોકોને એક અદકેરો બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશો પાઠવ્યો હતો.

- text

નિબંધ સ્પર્ધામાં મહિલા સશક્તિકરણના જુદા જુદા વિષયો જેવા કે મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા સુરક્ષા દિવસ, મહિલા શિક્ષણ દિવસ, મહિલા આરોગ્ય દિવસ વગેરે વિષયો પર નિબંધો લખી સમાજની દરેક મહિલાઓમાં આવા વિષયો પ્રત્યે સ્વજાગૃતિ જોવા મળે તેવો સંદેશો પાઠવ્યો હતો. પ્રોગ્રામના અંતે આભારવિધિમાં સંસ્થાના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી એ રાજ્ય સરકારના મહિલા સશક્તિકરણ અભિયાનમાં સંસ્થા હરહંમેશ અગ્રેસર રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત કોલેજમાં રક્ષાબંધનના પવિત્ર પર્વની પણ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રક્ષાબંધન પર વિધાર્થિનીઓએ પોતાના પરિવારના દરેક સદસ્યો વ્યસનમુક્ત બને તે અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

આ તકે કોલેજના કોમર્સ વિભાગના અધ્યાપકશ્રી ચંદ્રેશ પરમારે કોલેજની વિધાર્થિનીઓને હાલના વાસ્તવિક સમયમાં વ્યસનરુપી રાક્ષક દરેક ઘર અને સમાજમાં પ્રવેશ કરી ચુક્યો છે અને આ રાક્ષકના ભોગ ઘણા બધા પરિવારો બનેલ છે તો આ વ્યસનરુપી રાક્ષકને કંઈ રીતે સમાજમાંથી સદંતર દૂર કરી શકાય તે અંગેની એક નાની વાર્તા દ્વારા પોતાનો તાર્કિક ખ્યાલ રજૂ કર્યો હતો. અંતમાં અધ્યાપક શ્રી દ્રારા સર્વે વિધાર્થિનીઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના ભાઈ, પપ્પા, કાકા વગેરે વ્યસમુક્ત બને તેવી પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સંપૂર્ણ સમાજ વ્યસમુક્ત બની તંદુરસ્ત સમાજ બને તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

- text