મોરબી કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

- text


ડિસ્ટ્રીકટ જજના રહેણાંક સહિતના લાલબાગ કોર્ટ સંકુલમાં 125 વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ડિસ્ટ્રીકટ જજના રહેણાંક સહિતના લાલબાગ કોર્ટ સંકુલમાં 125 જેટલા વૃક્ષો વાવીને ગઈકાલે 15મી ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મોરબીની વિવિધ કોર્ટના ન્યાયાધીશો સહિતનાએ પર્યાવરણના જતનની નેમ સાથે પ્રેરણાદાયી રીતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.

- text

મોરબીના સામાકાંઠે આવેલ ડિસ્ટ્રીકટ કોર્ટના સંકુલમાં ગઈકાલે 73માં સ્વતંત્ર પર્વની અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પર્યાવરણ જતનના નેમ સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જજના રહેણાંક સહિતના લાલભાગ કોર્ટ સંકુલમાં ગઈકાલે 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વ નિમિત્તે 125 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વિશેષ સ્વતંત્ર પર્વની સાર્થક ઉજવણીમાં મોરબી ડિસ્ટ્રીકટ જજ ઓઝા સાહેબ, જોઈન ડિસ્ટ્રીકટ જજ ઉપાધ્યાય સાહેબ, સિવિલ જજ પરદેશી સાહેબ, જજ પંજવાની સાહેબ, જજ વૈષ્ણવ સાહેબ સહિતના ન્યાયધીશોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ 125 વૃક્ષો ડિસ્ટ્રીકટ કોર્ટના સંકુલમાં વાવવામાં આવ્યા હતા. પાલિકા પ્રમુખ કેતન વિલપરા અને પાલિકાના પેનલ એડવોકેટ દિલીપ અગેચાણીયાના સહયોગથી આ વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે મોરબી કોર્ટના વકીલો તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

- text