મોરબી : સતવારા સમાજ માટે રવિવારે મોટિવેશન સેમિનારનું આયોજન

- text


મોરબી : આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વ્યક્તિ પોતાનાં સપના સાકાર કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે સતવારા સમાજના જ્ઞાતિજનોને પોતાનાં કાર્યક્ષેત્રે પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન મળે તે હેતુથી સતવારા સમાજ માટે એક સમાજના યુવાનો દ્વારા સેમીનાર “Everybody wants to be somebody” નું આયોજન કરેલ છે.

- text

આ સેમીનાર તારીખ – ૧૮/૮/૨૦૧૯ને રવિવારે રાત્રે ૯ઃ૦૦ થી ૧૧ઃ૧૫ વાગ્યે ટાઉનહોલ, મોરબી નગરપાલિકાની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. આ મોટિવેશન સેમિનારનો હેતુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન મળે, ઉદ્યોગપતિઓને સ્પર્ધામાં ટકવા માટે પ્રોત્સાહન મળે તેમજ દરેક સામાન્ય નાગરીકને પોતાના વ્યક્તિગત જીવનમાં પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માટે જરૂરી પ્રોત્સાહન પુરુ પાડવાનો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

 

- text