માળિયાના આંગડિયા ચોરીના ગુનાનો ફરાર આરોપી પકડાયો

- text


માળિયા : માળિયાના આંગડિયા ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપીને મોરબી એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા પોલીસ મથકના આંગડિયા ચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી મદારસિંહ ધૂળસિંહ ઝાલા રહે. સુણસર જી.પાટણ વાળાને મોરબી એલસીબીએ મોરબી માળિયા ફાટક પાસેથી પકડી પાડ્યો છે. હાલ એલસીબીએ આ આરોપીને માળિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

 

- text