વાંકાનેરના જોધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી

પ્રાંત અધિકારી એન.એફ. વસાવાએ ધ્વજવંદન કર્યુ

વાંકાનેર : તાલુકા કક્ષાની ઉજવણી વાંકાનેર તાલુકાના જોધપર ખાતે કરવામાં આવી હતી જ્યાં પ્રાંત અધિકારી એન.એફ. વસાવાએ ધ્વજવંદન કર્યુ હતું. પ્રાંત અધિકારી એ પોતાના પ્રવચનમાં સરકાર તરફથી કરવામાં આવેલી કામગીરી અને સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશોની વાત કરીને 73 માં સ્વતંત્ર દિવસની તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી.

આ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજુ કરવામાં આવી હતી તેમને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહેલા મહેમાનોએ ઇનામ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વાંકાનેરના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ અને ગામના સરપંચ અને આગેવાનો તેમજ વહીવટી અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

આ ઉજવણીમાં ગ્રામ વિકાસ માટે પ્રાંત અધિકારીએ સરપંચ ગુલામ હુશેન શેરસિયાને પાંચ લાખનો ચેક અર્પણ કર્યો હતો, જે ગામના વિકાસ કાર્યોમાં વાપરવામાં આવશે. તેમજ ગામમાં બનેલી નવી સ્કૂલ માટે જેમને મહત્વનો ફાળો હતો એવા યુનુસ શેરસિયાનુ સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.


એસ.એમ.પી. હાઈસ્કૂલ, સિંધાવદર ખાતે 73માં સ્વતંત્રતા પર્વની ઉલ્લાસપૂર્ણ ઉજવણી થઈ

વાંકાનેર : એસ.એમ.પી. હાઈસ્કૂલ સિંધાવદર ખાતે 73માં સ્વતંત્ર પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિતે શાળાના સ્થાપક અને પૂર્વ ધારાસભ્ય જનાબ ખુરશીદ હૈદર પીરઝાદા શાહેબ (મીરશાહેબ) ઉપસ્થિત રહ્યા જેમણે ધ્વજારોહણ કર્યું હતું. પોતાના પ્રવચનમાં ગુલામી સમયની વાતો વિદ્યાર્થીઓને જણાવી અને હાલના સમયમાં આપણી દેશ પ્રત્યેની ફરજો સમજાવી દેશની ઉન્નતિ તેમજ વિકાસ માટે વિદ્યાર્થીઓને પ્રેરણાદાઈ ઉદબોદ્ધન કર્યું હતું. નાગરિકોએ ફરજો પ્રત્યે સભાન રહીને વતનપ્રેમ તેમજ દેશદાઝ પ્રગટ કરતા રહેવું તેવી પ્રેરક વાતો વિદ્યાર્થીઓને જણાવી આઝાદીના પર્વની શુભકામનાઓ આપી હતી.