મોરબીના જેતપર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા : ચાર ફરાર

- text


મોરબી : મોરબીમાં ઠેરઠેર ચાલતા શ્રાવણીયા જુગાર પર પોલીસે અવિરતપણે રેડની કાર્યવાહી ચાલુ રાખી છે.જેમાં મોરબીના જેતપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.

- text

મોરબી જિલ્લા પોલિસ વડા કરનરાજ વાઘેલાની શ્રાવણીયા જુગારની બદી નાબૂદ કરવાની સૂચના આપતા મોરબી તાલુકા પી.એસ.આઇ. એમ.વી.પટેલના માગર્દશન હેઠળ પી.એસ.આઇ.વાણીયા અને સ્ટાફના મુકેશભાઈ ચાવડા, જસપાલસિંહ જાડેજા, પંકજભાઇ ગઢવી સહિતનાએ મોરબી તાલુકાના જેતપર ગામે પેટ્રોલીગ દરમિયાન જેતપર ગામની ગૌશાળા સામે આંગણવાડીની બહાર જાહેર રોડ પર જુગાર રમતા જીવણભાઈ નાઝાભાઈ પરસળિયા, નાગજીભાઈ ખીમજીભાઈ પરમાર, ગણપતભાઈ મનહરભાઈ જાનવાને રૂ.13770ની રોડક રકમ સાથે ઝડપી લીધા હતા.જ્યારે સ્થળ પરથી આરોપીઓ પિન્ટુભાઈ નાગજીભાઈ પરમાર, હરેશભાઇ લાલજીભાઈ પરમાર, રાહુલભાઈ અરવિંદભાઈ પરમાર, કિશોરભાઈ બચુભાઇ બળોધરા નાસી છૂટતા પોલીસે આ આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text