માણેકવાડાના વતની DySP ભરતસિહ જાડેજાને રાષ્ટ્રપતિ એવાર્ડથી સન્માનિત કરાયા

- text


મોરબી : મોરબીનુ ગૌરવ ગણાતા માણેકવાડા ગામના વાતની અને હાલ ડીવાયએસપી તરીકે આણંદમાં ફરજ બજાવતા ભરતસિહ ડી.જાડેજાની રાષ્ટ્રપતિ એવાર્ડ માટે પસંદગી થતા મોરબીના માણેકવાડા ગામમાં ખુશી સાથે ગૌરવની લાગણી ફેલાઈ ગઈ છે.

આ અંગે મોરબીના સિનિયર પત્રકાર મહેન્દ્રસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે મુળ મોરબી જીલ્લાના માણેકવાડા ગામના વતની ભરતસિંહ જાડેજા હાલ આણંદ ખાતે ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહયાછે. પહેલેથી જ તેજસ્વી કારકીર્દી સાથે એન.સી.સી સહીતની પ્રવ્રૃતિ પણમાં અગ્રેસર ભરતસિંહ જાડેજા પોતાના અભ્યાસ સહીત કારકીર્દી લક્ષી જીપીએસસી,યુપીએસસી મા પણ ઉચ્ચ ક્રમાંક સાથે ઉત્તિર્ણ થયેલ. રેલ્વે ગૌણસેવા પસંદગી પરિક્ષા પાસ કરતા તેઓ રેલ્વે મા પણ પસંદગી પામેલ ,તેમજ પોલીસ ખાતામા પણ ૧૯૯૫ માં ડાયરેકટ સીધી ભરતી અને વિભાગીય પરિક્ષામા પણ અવલ્લનંબરે પાસ થતા ભરતસિંહ જાડેજાએ પોલીસ વિભાગમાં ડાયરેકટ રીક્રુટમેન્ટ સાથે પોલિસ વિભાગમાં સતત પ્રસંસનીય સેવા સાથે ઉત્તરોતર સતત પ્રગતિ કરતા રહયા છે. ત્યારે તેઓની રાષ્ટ્રપતિ એવાર્ડ માટે પસંદગી કરી તેમને આ વિશિષ્ઠ સન્માનથી નવાજવામાં આવતા પોલિસ વિભાગ અને તેમના બહોળા મિત્રમંડલ અને મોરબી સહીત વતન માણેકવાડામાં અને બહોળા મિત્રમંડલ,શુભેચ્છકો સહીત પરીવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

- text

 

- text