સીરામીક કંપનીઓને ઓડ લોટ માંથી આઝાદી અપાવશે stockdost.com

- text


stockdost.com ઓડલોટ વેચવા ઇચ્છતા મેન્યુફેક્ચરર અને ડિસ્કાઉન્ટ રેટ ઉપર પ્રોડકટ મેળવવા ઇચ્છતા ટ્રેડર્સને એક જ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ભેગા કરશે : stockdost.com ઉપર માત્ર પ્રીમિયમ વોલ ટાઇલ્સ, સીરામીક ટાઇલ્સ અને સેનેટરી વેરની જ પ્રોડક્ટની ડિલ જ થશે

મોરબી : સીરામીક મેન્યુફેક્ચરર માટે ઓડ લોટ નાણા અને જગ્યા બન્ને રોકે છે. ત્યારે આ ઓડ લોટના નિકાલ માટે ગ્લોબલ લેવલે stockdost.com નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. stockdost.com ઓડ લોટ વેચવા ઇચ્છતા મેન્યુફેક્ચરર અને ડિસ્કાઉન્ટ રેટ ઉપર પ્રોડકટ મેળવવા ઇચ્છતા ટ્રેડર્સને એક જ ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર ભેગા કરીને બન્નેને વિન વિન પોઝીશનમા લાવશે. stockdost.com ની વધુ એક ખાસિયત એ છે કે આ પોર્ટલ પરથી માત્ર પ્રીમિયમ ઓડ લોટ વોલ ટાઇલ્સ, સીરામીક ટાઇલ્સ અને સેનેટરી વેરની જ પ્રોડક્ટની ડિલ થઈ શકશે.

મોરબીના એલજી વીઆન્સ શોરૂમના માલિક સન્નીભાઈ ગઢિયા કે જેઓએ પૂણેથી માસ્ટર ડીગ્રી મેળવી છે. તેમજ અમરીશભાઈ પટેલ જેઓએ યુએસએથી ફાયનાન્સ પર પીએચડીની ડીગ્રી હાંસલ કરી છે. આ બન્ને મિત્રોએ છેલ્લા 2 વર્ષથી કરેલા રિસર્ચના અંતે સીરામીક ઉદ્યોગ માટે ખૂબ મદદરૂપ એવું stockdost.com પોર્ટલ તૈયાર કર્યું છે. જેનું સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનના દિવસે ભવ્ય લોન્ચિંગ કર્યું છે. ત્યારે આ બન્ને સાહસિકો પાસેથી સ્ટોકદોસ્ત વિશે ઉંડાણપૂર્વકની માહિતી જાણવા માટે મોરબી અપડેટ દ્વારા તેમની સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

સન્નીભાઈ ગઢિયાએ જણાવ્યું કે સીરામીક મેન્યુફેક્ચરરના સ્ટોકનો દોસ્ત એટલે stockdost.com કોઈ પણ સીરામીક એકમ સમય સાથે ડિઝાઇનને લઈને અપડેટ થતું રહે છે. પણ ઘણી વખત વેચાયા વગરનો સ્ટોક રહી જતો હોય છે. જેને ઓડ લોટ કહે છે. આ ઓડ લોટ કંપનીના નાણા અને જગ્યા બન્નેને રોકે છે. આ ઓડ લોટને વેચવાની કોઈ ચેનલ મને દેખાતી ન હતી. જેથી આ અંગે મે બે વર્ષ પહેલાથી રિસર્ચ શરૂ કર્યું હતું. આ રિસર્ચનો નિચોડ stockdost.com પોર્ટલ છે. આ પોર્ટલ ઉપર વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ અને સેનેટરી વેર આ ત્રણ પ્રોડક્ટનું જ લિસ્ટિંગ મળશે. અન્ય કોઈ પ્રોડક્ટનું આ પોર્ટલ ઉપર લિસ્ટિંગ નહિ હોય.

વધુમાં સન્નીભાઈએ કહ્યું કે અલિબાબા, ઇન્ડિયા ટ્રેડ અને જસ્ટડાઈલ મેન્યુફેક્ચરરનો માલ વેચવા કરતા મેન્યુફેક્ચરરની તકલીફો વધારી આપે છે. તેમાં ઇન્કવાયરી માટેના 50 ફોન આવશે. તેમ છતાં મોટાભાગે એક પણ ઇન્કવાયરીમાં ડિલ થતી નથી. stockdost.com માં રિટેઇલમાં એટલે કે જે ગ્રાહકોને ઘર માટે પ્રોડકટ જોઈતી હશે તેમને એક્સેસ નહિ મળે. આ પોર્ટલ પાસવર્ડ પ્રોટેક્ટર છે. જેમાં આવા ગ્રાહકો એક લેવલ સુધી જોઈ શકશે પરંતુ તેનાથી આગળ કઈ જોઈ શકશે નહીં.

ઓડ લોટએ મેન્યુફેક્ચરર માટે માથાના દુખાવા સમાન હોય છે. કારણકે મેઈન માલનો જથ્થો વેચાઈ ગયો હોય છે. જેમાંથી ટોટલ માલની કોસ્ટ નીકળી જતી હોય છે. પરંતુ નફો ઓડ લોટ ના રૂપમાં રહી જતો હોય છે. આ ઓડ લોટને એક જ પોસ્ટ વડે હજારો યુઝર્સ સુધી પહોંચાડવાનું કામ stockdost.com કરશે. જે ટ્રેડર્સને આ ઓડ લોટનો જથ્થો જોઈતો હશે તે પોર્ટલ ઉપર ક્લિક કરશે. આમ મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સ મળી જશે ત્યાંથી અમારું કામ પૂરું થઈ જશે.

- text

અહીં પ્રીમિયમ ઓડ લોટની જ ડિલ થશે. જેમાં ડેમેજ પ્રોડકટ નહિ હોય. જે ટ્રેંડર્સ પ્રોજેકટ ચાલતો હોય ત્યાં માલ પૂરો પાડતો હોય અને માલની ઘટ આવી હોય પણ માર્કેટમાં આવો માલ મળતો બંધ થઈ ગયો હોય તેવા સમયે કોઈ મેન્યુફેક્ચરરના ઓડ લોટમાં જો આ ડિઝાઇનનો માલ ઉપ્લબ્ધ હોય તો ટ્રેડર્સને ફાયદો થઈ જશે. વધુમાં ઓડ લોટનો જથ્થો મેન્યુફેક્ચરર ડિસ્કાઉન્ટના ભાવમા વેચવા કાઢસે. જે ટ્રેડર્સને ઓછા ભાવે મળી રહેશે. આમ મેન્યુફેક્ચરત અને ટ્રેડર્સ બન્નેને stockdost.com વિન વિન પોઝિશનમાં લાવશે.

અમરીશભાઈ પટેલે કહ્યું કે મેન્યુફેક્ચરરનો કોલ આવશે એટલે અમારો એક એક્ઝિક્યુટિવ તેમની પાસે જશે. ત્યાં જઈને ઓડ લોટના હાઈ રીઝોલ્યુશનમાં ફોટા સહિતની વિગતો મેળવશે. આ વિગતોની એક ડિઝાઇન તૈયાર કરશે. જેને મેન્યુફેકચરરને એપ્રુવલ માટે મોકલવામાં આવશે. સાથે જરૂર પડ્યે થોડા સૂચનો પણ આપવામા આવશે. બાદમાં એપ્રુવલ મળતા આ ડિઝાઇનને પોર્ટલ ઉપર અપલોડ કરવામા આવશે. આ પોર્ટલ ઉપર મોટી સંખ્યામાં સિરામિક રિટેલર, ઈમ્પોર્ટર, કનટરકશન ડેવલોપર્સ આ પોર્ટલ પર આવશે. આ ટ્રેડર્સને દર સોમવારે નોટિફિકેશનના રૂપમાં ઇમેઇલ આવશે. જેમાં આખા અઠવાડિયાનો ઓડ લોટ દર્શાવ્યો હશે. વધુમાં જો મેન્યુફેક્ચરર પાસે ટીમ હોય અને તે ઈચ્છે તો પોતે ઇન્કવાયરી હેન્ડલ કરી શકે છે. અથવા અમારી ટીમ પણ તેની ફ્રીમા ઇન્કવાયરી હેન્ડલ કરી આપશે.

વધુમાં અમરીશભાઈએ કહ્યું કે જયારે કોઈ ટ્રેડર્સ આ પોર્ટલમાં જોડાવા ઈચ્છે ત્યારે અમે કન્ફર્મ કરીશું કે સામેનો ટ્રેડર્સ ખરેખર સીરામીક સાથે જોડાયેલો ટ્રેડર્સ છે કે નહીં. તે કન્ફર્મ થયા બાદ જ તેને યુઝરનેમ અને પાસવર્ડ આપવામાં આવશે. ત્યારબાદ જ આ ટ્રેડર્સ લોગઇન થઈ શકશે. ટ્રેડર્સ જે ઇન્કવાયરી સબમિટ કરશે તેના ડીવાઈસમા એક પીડીએફ ડાઉનલોડ થશે. જેમાં ઇન્કવાયરીની સંપૂર્ણ ડિટેઈલ હશે. આ જ સમયે આ પીડીએફ મેન્યુફેક્ચરર અને એડમીનને પણ મળશે. દર મહીનાના અંતે મેન્યુફેકચરરને સ્ટેટેટિક રિપોર્ટ પણ આપવામા આવશે. આ પોર્ટલ માત્ર મોરબી, ગુજરાત કે ભારત પૂરતું જ નહીં પરંતુ ગ્લોબલ લેવલે છે. જયારે તેઓએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે અમે ટ્રેડીંગમા ઇનવોલ્વ થવાના નથી. અમે માત્ર એક પ્લેટફોર્મ ઉપર મેન્યુફેક્ચરર અને ટ્રેડર્સને ભેગા કરીને ત્યાંથી નીકળી જઈએ છીએ.

અંતમાં અમરીશભાઈ પેટલે જણાવ્યું કે અમે બે વર્ષના રિસર્ચને અંતે ઓડ લોટની સમસ્યા નિવારવા માટે સ્ટોકદોસ્ત ડોટ કોમ નામનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. જેનો મેન્યુફેક્ચરરોએ ભરપૂર લાભ લેવો જોઈએ. સન્નીભાઈ ગઢિયાએ અંતમાં જણાવ્યું કે આજે આઝાદી દિવસ છે. ત્યારે મેન્યુફેક્ચરરને ઓડ લોટમાંથી આઝાદી અપાવવા માટે stockdost.com નું લોન્ચિંગ કરવામા આવ્યું છે. જો કોઈ મેન્યુફેક્ચરર અમારો સંપર્ક કરશે તેને અમે ત્યાં જઈને ડેમો પણ બતાવીશું અને stockdost.com ની સંપૂર્ણ અસરો અંગે માહિતગાર કરશું.

stockdost.com અંગેની વધુ વિગતો માટે હેલ્પલાઇન નંબર (સોમવારથી શનિવાર – સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી) : 09615081081 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

સિરામિક કંપનીના ઓડ લોટ સ્ટોકના સોલ્યુશન માટે શરૂ થયેલા stockdost.com વેબ પોર્ટલમાં શું ખાસ છે ? : જુઓ વિશેષ ઇન્ટરવ્યૂ

 

- text