માળીયા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી મેઘપર ગામ ખાતે કરવામાં આવી

મામલતદાર શ્રી નિનામા સાહેબેના હસ્તે ધ્વજારોહણ કરાયું : વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

માળીયા મિયાણા : માળિયા તાલુકા કક્ષાનાં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી ઉત્તરબુનિયાદી વિદ્યાલય – મેઘપર ખાતે કરવામાં આવી જેમાં મામલતદાર શ્રી નિનામા સાહેબે ધ્વજારોહણ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યુ.

આ તકે તાલુકા પંચાયત પ્રમુખ , તાલુકા પંચાયતના સભ્યો અને માળિયા તાલુકાના તમામ અઘિકારીશ્રીઅો હાજર રહ્યા હતા.આ તકે આ શાળાનાં શ્રેષ્ઠ પરિણામને ધ્યાનમાં લઇ શાળાના આચાર્યશ્રી સી.એન.ડાંગર સાહેબનું તેમજ શિક્ષકોનું પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી મામલતદારશ્રી તથા તાલુકા પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યુ.અને શાળામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર ધો.9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને તાલુકા પંચાયત દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા.ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો..જેમા મહેમાનો તથા ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા.આ તકે માળિયા તાલુકા પી.અેસ.આઇ.શ્રી ઝાલા સાહેબ તરફથી ૱11000 ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા.આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક મુસ્તાકભાઇ દ્વારા કરવામાં આવ્યું તેમજ આભારવિધી શ્રી દલપતભાઇએ કરી હતી.