મોરબી : બહેને ભાઈ પાસે રક્ષાબંધનની ભેટમાં માગ્યા ‘માવા’

- text


નારણકા ગામે બહેને ભેટમાં ભાઈ પાસે વ્યસન મૂકી દેવાનું વચન લીધું

મોરબી : રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના પવિત્ર સંબંધને રાખીના બંધન દ્વારા પ્રસ્થાપિત કરી ઉજાગર કરતો તહેવાર. ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધનનું પર્વ છે. ત્યારે ભાઇ દ્વારા ખાત્રી રૂપી કંઈકને કંઈક ભેટ આપી બહેનને ખુશ કરવામાં આવે છે.

- text

ત્યારે આ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે નારણકા ગામના વનિતાબહેન મેરજાએ એમના ભાઇ પાસે વ્યસન મુક્ત બનવાનું વચન આપવા અને મારા માટે આ જ રક્ષાબંધનની સાચી ભેટ હોવાનું જણાવતા તેમના ભાઇ દેવરાજભાઈ ત્રિભોવનભાઇ મેરજાએ હવે કોઈ પણ પ્રકારનું વ્યસન નહી કરવા, વ્યસન મુક્ત બની રહેવાનો સંકલ્પ કરી પોતાની પાસે રહેલા માવા બહેનને આપીને હવેથી વ્યસન મૂકી દેવાના વાંચનની રક્ષાબંધનની અનોખી ભેટ આપી હતી.

- text