મોરબી જિલ્લામાં જુગારના 3 દરોડામાં 16 જુગારીઓને ઝડપાયા

મોરબી : પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે નાયબ પોલિસ અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના દરેક તાલુકામાં ફેલાયેલા જુગારના દુષણને નેસ્તનાબુદ કરવા પોલીસે કમર કસી છે ત્યારે માળીયા (મી.) તથા મોરબી તાલુકામાંથી 3 અલગ અલગ રેઇડ દરમ્યાન પોલીસે 18 જુગારીઓ સામે ગુન્હો નોંધ્યો છે જે પૈકી 2 આરોપીઓ પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા છે જેને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.

પહેલો બનાવ માળીયા (મી.) પોલીસ સ્ટે. વિસ્તારમાં આવેલા મોટાભેલા ગામના પાદરમાં ખેંગાર મેરાભાઈ સરડવા, કાંતિલાલ ધરમશીભાઈ સરડવા અને ભાવેશ ખેંગારભાઈ ગોહેલ રહે. બધા મોટાભેલાને રોકડ રકમ 12700 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 12 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબી તાલુકામાં 2 અલગ અલગ રેઇડ દરમ્યાન 15 જુગારીઓ પર જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં 13 આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે 2 આરોપીઓ નાસી જતા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
પહેલી રેઇડ મોરબી તાલુકાના જીવાપર ગામે રહેણાંક મકાનમાંથી દેવજી આયદાનભાઈ સવસેટા, ઉમેશ ઉર્ફે હકાભાઈ રણછોડભાઇ ભાડજા, ભરત બચુભાઇ વડાવીયા, પરેશ બાબુભાઇ દેત્રોજા, હીરાભાઈ રાજાભાઈ સવસેટા, ચેતન રામજીભાઈ પટેલ અને જ્યંતી ગોકળભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા. જે પૈકી ચેતન રામજી પટેલ અને જ્યંતી ગોકળ પટેલ રેઇડ દરમ્યાન તક મળતા નાસી છૂટ્યા હતા. જેને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. રેઇડ દરમ્યાન કુલ રોકડા રૂપિયા 2,79,500 મુદ્દામાલ તરીકે ઝપ્ત કર્યા છે.

ત્રીજા બનાવમાં પોલીસે તાલુકાના લાલપર ગામેથી 8 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પો.કોન્સ. કીર્તિસિંહ જાડેજાની ચોક્કસ બાતમીને આધારે લાલપર ગામે બાલમંદિર વાળી શેરીમાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રાજેશ દીયાળભાઈ ભૂંગાણી, નિલેશ જગજીવન હરિપરા, પ્રકાશ પરસોત્તમભાઈ થડોદા, નિકુલ વલ્લભભાઈ ગાંભવા, દીપેશ નરશીભાઈ ભરડવા, સંજય વ્રજેશભાઈ અગ્રાવત, પોપટ ઈશ્વરભાઈ કાયનેટિયા અને હર્ષદ જગજીવન હરિપરાને રહે.તમામ લાલપર વાળાઓને રોકડા રૂપિયા 35,470ની રકમ સાથે જુગાર રમતા ઝડપી પાડી મોરબી તા.પો.સ્ટે.માં જુગરધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.