વાંકાનેર : મહિકા ગામેથી 5 પત્તાપ્રેમીઓ ઝડપાયા

વાંકાનેર : તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન મહિકા ગામેથી જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને 16,100ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે.

પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલની સૂચનાથી એ.એસ.આઈ. કિશોરભાઈ સાંવત, પો.હેડ. કોન્સ વિજયભાઈ બાર, પો.કોન્સ. બળદેવસિંહ મહાવીરસિંહ, પો.કોન્સ. અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને ડ્રા.પો.કોન્સ. હરપાલસિંહ જ્યેન્દ્રસિંહ સહિતનોઓ વાંકાનેર તા.પો.સ્ટે. વિસ્તારમાં કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન મહિકા ગામથી આગળ ખ્વાજા પેટ્રોલ પંપ પાછળ, સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ઈરફાન ઉસ્માન બાદી, ઈદ્રિશ ઉસ્માન બાદી, મકબુલ મામદ બાદી, મુસ્તાક હુસેન બાદી અને નરશી જેઠા મકવાણાને 16,100ની રોકડ રકમ સાથે ઝડપી પાડી જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.