જડેશ્વરના લોક મેળામાં કોઠારીયા (જડેશ્વર) મિત્ર મંડળનો અનોખો સેવાયજ્ઞ

જડેશ્વર, તરણેતર,રફાળેશ્વર લોક મેળામાં ઠંડા પાણીનો સ્ટોલ ઉભો કરી સેવાયજ્ઞ તેમજ ગામના સ્મશાનગૃહમાં સબ માટે અગ્નિસંસ્કાર માટે લાકડા ફાડવા, રઝડતી રખડતી ગાયોની સેવા, શિતળા માતાજીની ધારે કથા સમયે કે દ્વારકા જતા પદયાત્રીઓ માટે પણ સેવા આપી રહ્યા છે

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા (જડેશ્વર) ગામના મિત્રમંડળની આ સેવાયજ્ઞથી ગ્રામજનો પણ પ્રભાવિત છે. પોતાના કિંમતી સમયમાંથી સેવાકીય પ્રવૃતીઓનો સમય કાઢીને સેવા કરવી તે લાખોના દાન કરતા પણ વિશેષ છે. આ મિત્ર મંડળ જડેશ્વર, તરણેતર અને રફાળેશ્વર લોક મેળામાં ઠંડા પાણીનો સ્ટોલ ઉભો કરી હજારો માણસોની તરસ છીપાવવાનો સેવાયજ્ઞ તેમજ ગામના સ્મશાનગૃહમાં સબ માટે અગ્નિસંસ્કાર માટે લાકડા ફાડવા, રઝડતી રખડતી ગાયોની સેવા, શિતળા માતાજીની ધારે કથા સમયે કે દ્વારકા જતા પદયાત્રીઓ માટે પણ સેવા આપી રહ્યા છે.

આ મિત્રમંડળમાં સેવાભાવીના નામ જોઈએ તો મોહનભાઈ અરજણભાઈ જોગરાજીયા, કુવરજીભાઈ ભાણાભાઈ જોગરાજીયા, રવજીભાઈ ભીમાભાઈ મકવાણા, જાદવજીભાઈ પોપટભાઈ ઉભડીયા, વશરામભાઈ પોપટભાઈ કોબીયા, લવજીભાઈ પાચાભાઈ મકવાણા , રઘાભાઈ મોહનભાઈ મકવાણા,લવજીભાઈ પાચાભાઈ, બચુભાઈ દેવશીભાઈ જોગરાજીયા, રસિકભાઈ રઘુભાઈ મકવાણા , દલસુખભાઈ મોહનભાઈ પટેલ, મેહુલભાઈ લીંબાભાઈ સાટકા, અશોકસિંહ બહાદુરસિંહ ઝાલા, વનરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.