વિરપર પ્રા.શાળામાં ટેકનોસ્ટાર ટુ આડીયા ટુ ઇનોવેશન પ્રોગ્રામ યોજાયો

- text


રોબોટીક્સ લાઈવ ગેમિંગ ઇવેન્ટ જેવી રોબોટ ફૂટબોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું : દાદુ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થા બાળકોના કૌશલ્ય વિકાસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું

મોરબી : “ટેકનોસ્ટાર ટુ આડીયા ટુ ઇનોવેશન” દ્વારા ટંકારા તાલુકાના વિરપર પ્રાથમિક શાળામાં નિ:શુલ્ક આધુનિક ટેકનોલોજી અંગે માહિતગાર કરતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કરાયેલા આ આયોજનમાં વર્તમાન સમયમાં ભારત દ્વારા જે ચંદ્રયાન-૨ મોકલવામાં આવેલું છે તેની વિસ્તૃત જાણકારી સંદર્ભે ચંદ્રયાન-૨ લાઇવ ડેમો મોડેલ દ્વારા વિદ્યાર્થીઓને માહિતીગાર કરવામાં આવ્યા હતા. સાથો સાથ રોબોટીક્સ લાઈવ ગેમિંગ ઇવેન્ટ જેવી રોબોટ ફૂટબોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. “ટેકનો સ્ટાર ટુ આડીયા ટુ ઇનોવેશન” આવનારી ટેકનોલોજીને ધ્યાનમાં રાખી ડિજિટલ યુગમાં નવી જનરેશન માટે બાળકોમાં રહેલી આવડતોને બહાર લાવવા અને બાળકોને પોતાની રીતે વિચારી શકે તે હેતુથી સરકારી શાળામાં ફ્રી વર્કશોપનું અવારનવાર આયોજન કરતું રહે છે.

- text

- text