મોરબી : વાંકડા ગામની પ્રાથમિક શાળા ફરતે કમ્પાઉન્ડ વોલ કરવા રજુઆત

- text


મોરબી : તાલુકાની વાંકડા ગામની પ્રાથમિક શાળાની ખસતા હાલત સુધારવા માટે તાલુકા પ્રા. શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે. વાંકડા ગામ સ્થિત પ્રાથમિક શાળાનું મકાન હાલ સાવ જર્જરિત થઈ ગયું છે. શાળામાં ચાર ઓરડા આવેલા છે. જેમાંથી બે ઓરડા સાવ જીર્ણ અવસ્થામાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય તોળાઈ રહ્યો છે. આ શાળાનું મકાન રોડથી સાવ નજીક આવેલુ છે ત્યારે શાળા ફરતે કમ્પાઉન્ડ વોલ ન હોવાથી અકસ્માતનો ભય પણ સતત ઝળુંબતો રહે છે. કમ્પાઉન્ડ વોલ ન હોવાથી ચોરીનો ભય પણ રહે છે, સાથોસાથ ગામના પશુઓ પણ શાળામાં ઘુસી જાય છે.

શાળામાં 6 શિક્ષકોની જગ્યા સામે હાલ 3 શિક્ષકો ફરજ બજાવે છે. કુલ 108 વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ કરે છે. ત્યારે શાળાની સુરક્ષા અંગે તંત્ર તાકીદે કોઈ યોગ્ય પગલાં ભરે એવી રજુઆત વાંકડા પ્રાથમિક શાળા વતી આચાર્ય અને ગામના સરપંચ અને ઉપસરપંચ દ્વારા કરાઈ છે.

- text

- text