હવે મોરબીના ડોક્ટરોની ઓનલાઇન અપોઇન્ટમેન્ટ લઇ શકાશે

- text


ખાસ વેબસાઈટનું રવિવારે લોન્ચિંગ :  મોરબીની તમામ હોસ્પિટલની બધી જ જાણકારી આંગણીના ટેરવે ઉપલબ્ધ બનશે

મોરબી : ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી દ્વારા એક વેબસાઈટનુ ઉદ્ઘાટન આવતી 18 ઓગસ્ટને રવિવારે સાંજે 07:00 કલાકે શનાળા રોડ, મહેશ હોટલ પાછળ, એપલ હોસ્પિટલ ખાતે થવા જઈ રહ્યું છે. આ વેબસાઇટ પરથી મોરબીની જનતા, મોરબીના આઈ.એમ.એના ડોક્ટરસની વિગતો નેટ પર સર્ચ કરી શકશે.

- text

આ વેબસાઇટમાં અલગ અલગ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો, તેમના એડ્રેસ, ફોન નંબર તથા google મેપ પર હોસ્પિટલનું લોકેશન જાણી શકાશે. આ ઉપરાંત કઈ હોસ્પિટલ 24 કલાક ખુલ્લી છે તે પણ માહિતી મળી શકશે. ઘણી હોસ્પિટલ દ્વારા ઓનલાઇન અપોઇન્ટમેન્ટની સુવિધાઓ પણ મળી શકશે. હવે પછી મોરબીના કોઈ દર્દીઓને કંઈ પણ માહિતીની જરૂર પડે તો કોઈ પણ સમયે એક જ વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી શકશે. આ કાર્યક્રમમાં વેબસાઇટ વિશે વધુ માહિતી આપવામાં આવશે. નગરજનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આયોજકોએ આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમના સમાપન સમયે રાત્રી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉ. કેતન હિંડોચા (પ્રેસિડેન્ટ, IMA મોરબી) તથા ડૉ.અમિત ધુલે (સેક્રેટરી IMA મોરબી) આ કાર્યક્રમના આયોજકો છે.

- text