મોરબી : રામકૃષ્ણ નગરમાં તરૂણીનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી તરૂણીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવ દઈ દીધો હતો .બી ડિવિઝન પોલીસ આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ રામકૃષ્ણ નગરમાં રહેતી કિંજલબેન અનિલભાઈ બારોટ ઉ.વ.15 નામની તરૂણીએ ગઈકાલે મોડી સાજન સમયે પોતાના ઘરે કોઈ કારણોસર માઠું લાગી આવતા ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો.બાદમાં તેણીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધી કરી તરૂણીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.