મોરબી : દુકાન નજીકની જગ્યામાં લઘુશંકા કરવા મામલે વૃદ્ધને લાકડીથી ફટકાર્યા

વૃદ્ધને માર મારનાર બન્ને શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા

મોરબી : મોરબીના શનાળા રોડ સરદાર બાગ વાળી શેરીમાં દુક્સન નજીક ખુલ્લી જગ્યામાં લઘુશકા કરવા મામલે વૃદ્ધને બે શખ્સોએ આડેધડ લાકડીથી ફટકાર્યા હતા.આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓને ઝડપી.લીધા હતા.

મોરબીના કાયાજી પ્લોટ શેરી નંબર 4માં રહેતા નરેન્દ્રભાઈ લાલજીભાઈ રાઘોડિયા ઉ.વ.63 નામના વૃદ્ધે પ્રફુલભાઈ લાલજીભાઈ અધારા અને હિતેનભાઈ લાલજીભાઈ અધારા રહે બન્ને શનાળા રોડ, પી.જી.કલોક પાસે મોરબી વાળાઓ સામે એ ડિવિઝન.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.13ના રોજ વૃદ્ધ મોરબીના ધનાળા રોડ પર સરદાર બાગ વાળી શેરીમાં આવેલ બન્ને આરોપીઓની દુકાન નજીક ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા ગયા હતા.આ બાબતનો ખાર રાખીને બન્ને આરોપીઓએ વૃદ્ધને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તેમજ લાકડી વડે આડેધડ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે વૃદ્ધએ આજે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે હુમલાખોર બન્ને આરોપીઓને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.