મોરબી : રોટરીગ્રામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઉધોગપતિ તરફથી ગણવેશ અપાયા

મોરબી : તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉધોગપતિ તરફથી નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરાયા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરાઈ રહી છે, જેને ગ્રામજનો તેમજ ગ્રામપંચાયત દ્વારા ઉચિત સાથ સહકાર મળતો રહે છે.

મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ) પ્રાથમિક શાળાના 45 વિદ્યાર્થીઓને શાળાની બાજુમાં જ આવેલા ભઈલુ ઇન્ટરનેશનલ પ્રા. કંપનીના મલિક સંજયભાઈ મેરજા તરફથી નિઃશુલ્ક ગણવેશ સિવડાવી આપવામાં આવ્યા હતા. ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઇ પાંચોટીયા તરફથી ખાનગી શાળાઓને મળતી ભૌતિક સુવિધાઓ આ સરકારી શાળાના બાળકોને મળી રહે એવા તમામ પ્રયાસો હંમેશા થતા રહે છે. ગ્રામજનોના સાથ અને સહકારથી દર પંદર દિવસે બાળકોને રુચિકર પૌષ્ટિક અલ્પાહાર વિતરણ કરવામાં આવે છે. લોક ભાગીદારી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ અર્થે વિવિધ પ્રવૃતિઓ પણ થતી રહે છે. તાજેતરમાં 70માં વનીકરણ અને એક બાળ એક ઝાડ કાર્યક્રમ અંતર્ગત ગામના મુક્તિધામમાં શાળાના બાળકો દ્વારા 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાવાયું હતું અને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ગામ સમસ્ત દ્વારા તમામ વૃક્ષોની માવજત કરવાની પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી. આ તમામ કાર્યક્રમોમાં દાતાઓ, સરપંચ અને ગ્રામજનોનો શાળાના આચાર્ય, જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા, શાળાના ઉત્સાહી અને ખંતીલા શિક્ષક ગજાનનભાઈ આદ્રોજા, શિક્ષિકા કંચનબેન બોડાનું સન્માન સાથે આભાર વ્યક્ત કર્યો હતો.