મોરબી : બળેવ નિમિત્તે પરશુરામ ધામ ખાતે જનોઈ બદલવાનું આયોજન

મોરબી : તારીખ 15મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ છે. રક્ષાબંધનના દિવસને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બળેવ તરીકે પણ લોક બોલીમાં ઓળખવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે.

ત્યારે પરશુરામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા તારીખ 15મી ઓગસ્ટને ગુરુવારે સવારે 10:30 કલાકે મોરબીના નવલખી રોડ સ્થિત પરશુરામ ધામ ખાતે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાનાર છે. સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટના પ્રમુખ અને પરશુરામધામ મોરબીના પ્રમુખ ભુપતભાઇ પંડ્યાએ સર્વ બ્રહ્મબંધુઓને સાદર નિમંત્રણ પાઠવ્યું છે. યજ્ઞોપવીત વિધિ બાદ બપોરે 12:00 કલાકે બ્રહ્મભોજન પણ રાખેલ છે તેમ આયોજકોની એક યાદીમાં જણાવાયુ છે.