મોરબી : જુગારની બે રેઇડમાં 1.50 લાખના મુદ્દામાલ સાથે 16 જુગારીઓ ઝડપાયા

- text


મોરબી : પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચના અન્વયે અને નાયબ પો. અધિક્ષક બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાંથી જુગારની બદીને નાબૂદ કરવા તમામ તાલુકામાં સઘન ચેકીંગ ચાલી રહ્યું છે ત્યારે મોરબી તાલુકામાં બે અલગ અલગ રેઇડ દરમ્યાન 1,49,800 રૂપિયાની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે કુલ 16 ઈસમોને ગંજીપત્તાનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

પહેલા બનાવમાં મોરબી તા.પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.જી.વી. વાણીયા, એ.એસ.આઈ. મહિપતસિંહ જાડેજા, પો.કોન્સ. પંકજભા ગુઢડા, રમેશભાઇ મૂંધવા, હિતેશભાઈ ચાવડા, અશોકભાઈ ખાંભરા સહિતના નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમીને આધારે જુના અમરાપર (નાગલપર) ગામે રામજી મંદિર પાસેની શેરીમાં સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં ખુલ્લી જાહેર જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 10 ઇસમોને ઝડપી પાડ્યા છે. જેમાં અશ્વિન બચુભાઇ ધમાસણા ઉં.વ.36, નાઝાભાઈ જેમલભાઈ વેરણા ઉં.વ.34, નવઘણ ઘેલાભાઈ ઉં.વ.40, ડુગરભાઈ ભીમભાઈ ટોયટા ઉં.વ.35, ડાયાભાઈ જીવણભાઈ કલોતરા ઉં.વ. 32, કાના ખેંગારભાઈ કલોતરા ઉં.વ.30, મહેશ અંબારામભાઈ અંબાણી ઉં.વ.35, બાબુ રેવાભાઈ ફીટ ઉં.વ.32, ભરત વરજાંગભાઈ જારીયા ઉં.વ.39, દેવા દુદાભાઈ ગોલેતર ઉં.વ.46 રહે. તમામ અમરાપર (નાગલપર) તથા મોરબી વાળાઓને કુલ રોકડા 94,500 રૂપિયા સાથે જુગાર રમતા ઝડપી પાડી તા.પો. સ્ટે.માં જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

અન્ય એક બનાવમાં મોરબીના વાઘપરા શેરી નંબર 15-17 વચ્ચે આવેલા સિટી એપાર્ટમેન્ટમાંથી આરોપી પરેશ વિજયભાઈ હૂંબલ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો એકઠા કરીને તીનપત્તીનો જુગાર રમાડતા ઝડપાયો હતો. જેમાં મકાન મલિક પરેશ હૂંબલ ઉં.વ.42, કિશોર સુખાભાઈ ડાંગર ઉં.વ.46, નિર્મલ લક્ષ્મણ લોખીલ ઉં.વ. 40, જેઠાભાઇ મેમાભાઈ બકુત્રા ઉં.વ.60, ભારમલભાઈ રાજશી ખાંડેખા ઉં.વ.40, અજય નવીનભાઈ દેવ ઉં.વ.42ને રોકડા 55300 રૂપિયા સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ રેઇડ એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ કલોતરા, ભગિરથસિંહ ઝાલાને મળેલી બાતમીને આધારે પાડવામાં આવી હતી.

 

- text