મોરબીમાં ટ્રક હડફેટે બાઈકચાલકનું મોત

મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રકે હડફેટે લેતા એક બાઈકચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે માળિયા ફાટક નજીક બાઇક લઈને જતા જિગ્નેશભાઈ ભગવાનજીભાઇ વિડજા રહે.જૂના ઘાટીલા તા.હળવદ વાળાને ટ્રકે હડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી આદરી હોવાનું જાણવા મળ્યું છે.