મોરબીની અવની ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ

મોરબી : મોરબી શહેરમા ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદીન વધતી જઇ રહી છે. ત્યારે અવની ચોકડીએ આજે સાંજે ભારે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વાહનોની ચારે રોડ ઉપર લાંબી કતારો લાગી ગઈ હતી. ઠેક ઠેકાણે વાહનોના આડેધડ ખડકલા અને સાંકડા રોડના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાથી હાલ લોકો હેરાન થઈ રહ્યા છે.