મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે રવિવારથી રાહત દરે મીઠાઈ – ફરસાણ વિતરણ થશે

૨૭ પ્રકારના ફરસાણ તથા ૧૪ પ્રકારની મિઠાઈઓનુ રાહતદરે વિતરણ

મોરબી : જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાતમ-આઠમના પર્વ નિમિતે રવિવારથી સર્વજ્ઞાતીજનો માટે રાહત દરે મીઠાઈ-ફરસાણ વિતરણ શરૂ થશે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિ માટે રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે. જેમા ૨૭ પ્રકારના ફરસાણ તેમજ ૧૪ પ્રકારની મિઠાઈઓનુ રાહતદરે વિતરણ થશે. વિતરણ આગામી રવિવાર તારીખ 18/8/19થી શરૂ થશે. મિઠાઈ તેમજ ફરસાણ મેળવવા માટે એડવાન્સ બુકીંગનીકોઈ આવશ્યકતા નથી. વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામા આવશે. તો આ આયોજનનો લાભ લેવા સર્વ જ્ઞાતિના લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.