ગુજરાત સરકારના પ્રયાસોથી રશિયામાં મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ઉજળી તકોનું નિર્માણ

- text


સીરામીક ઉધોગ માટે રશિયામાં તક ઉભી કરવાના પ્રયત્ન બદલ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવતું સીરામીક એસો.: રશિયામા સિરામીક ઉત્પાદન કરવામા રશિયન ગવર્મેન્ટ તરફથી મોરબીના ઉધોગકારોને શુ લાભ મળી શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરતા વિજયભાઈ રૂપાણી

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાજેતરમાં રશિયાના પ્રવાસે ગયા હતા. જ્યા તેઓએ રશિયામા સિરામીક ઉત્પાદન કરવામા રશિયન ગવર્મેન્ટ તરફથી મોરબીના ઉધોગકારોને શુ લાભ મળી શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. ગુજરાત સરકારના પ્રયાસોથી રશિયામાં મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ઉજળી તકોનું નિર્માણ થવાની શક્યતા છે ત્યારે મુખ્યમંત્રીએ સીરામીક ઉદ્યોગોને રશિયામાં વ્યાપારની તક મળે તેવા પ્રયત્નો કર્યા હતા.જે બદલ મોરબી સીરામીક એસોસિએશને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

રશીયાના વાલ્ડીવોસ્ટોક ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામા ડાયમંડ, ટીમ્બર અને સાથે સિરામીક ઉદ્યોગ મોટા પાયે નિકાસ કરી શકે તે માટે અને ત્યા રશિયામા સિરામીક ઉત્પાદન કરવામા રશિયન ગવર્મેન્ટ તરફથી મોરબીના ઉધોગકારોને શુ લાભ મળી શકશે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન આગામી સમયમા રશિયામા રહેલ ટાઇલ્સ અને સેનેટરીવેર્સના માર્કેટ માટે પણ નવા દ્વાર ખુલશે તેવુ જાણવા મળ્યું હતું. આમ ભારત અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સિરામીક ઉધોગને પ્રોત્સાહીત કરવા માટે પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. તે બદલ મોરબી સિરામીક એશોસીએસન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માનવામાં આવ્યો છે. સાથે કેન્દ્રીય કોમર્સ મંત્રી પીયુષ ગોયલ, બીજા ચાર રાજ્યોના મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ઉધોગ કમીશ્નર મમતા વર્મા અને ભારતીય રાજદુત વેંન્કટેશ વર્મા, સાંસદ વિનોદભાઇ ચાવડા અને રાજુભાઇ કેસ્ટ્રોલને આભાર સાથે અભિનંદન પાઠવવામા આવ્યા છે.

- text

- text