મોરબીમા નવયુગ સંકુલ દ્વારા 150 ફૂટની વિશાળ રાખડી બનાવાઇ

મોરબી : મોરબીમાં રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ નિમિતે નવયુગ સંકુલ દ્વારા 150 ફૂટની વિશાળકાય રાખડી બનાવવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા આ વિશાળ રાખડીનું કલાકોની જહેમત બાદ નિર્માણ કરીને તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધન બન્ને તહેવાર સાથે છે. ત્યારે મોરબીની જાણીતી સંસ્થા નવયુગ શૈક્ષણિક સંકુલમાં બન્ને પર્વોની સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને આચાર્ય રાવલસાહેબના માર્ગદર્શન હેઠળ અનોખી ઉજવણી કરવામા આવી હતી. સંકુલના વિદ્યાર્થીઓ અને સ્ટાફે એકત્ર થઈને ગાંધીજીના 150 જન્મ જયંતી વર્ષની સાથે આ વખતે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ સાથે હોય તેના સયુંકત ઉજવણી સ્વરૂપે 150 ફૂટ લાંબી રાખડી બનાવી છે.