મોરબી : લાતીપ્લોટમાં નિભર તંત્રના પાપે હજુ પાણી ભરાયેલા રહેતા ભારે હાલાકી

લાતીપ્લોટ 7 નંબર હજુ પાણીમાં ગરકાવ : કારખાનાઓમાં પાણી ઘુસી જતા ઉધોગકારોને પડતી ભારે મુશ્કેલી : લાતીપ્લોટ વરસાદી પાણી ભરાવવની કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ

મોરબી : મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા બાદ ત્રણ દિવસથી મેઘવીરામ થવા છતાં તંત્રએ શહેરમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ન કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મોરબીના લાતીપ્લોટ શેરી નંબર 7 તંત્રના પાપે હજુ પાણીમાં ગરકાવ છે.પાણી કારખાનાઓમાં ઘુસી જતા ઉધોગકારોને ભારે મુશ્કેલી પડી રહી છે.

મોરબીમાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યા આખું શહેર જળબંબાકાર બની ગયું હતું.પણ ત્રણ દિવસથી મેઘવીરામ હોવા છતાં તંત્રએ વરસાદી પાણીના નિકાલની કોઈ કામગીરી જ ન કરતા હજુ ઠેરઠેર પાણી ભરાયેલા છે.જેમાં મોરબીની આર્થિક કરોડરજ્જુ સમાન લાતીપ્લોટ શેરી નંબર 7 ઇન્ડિયા ગોડાઉન વાળી શેરીમાં હજુ પણ ભારે પાણી ભરાયેલા છે.આ આખી શેરી હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ છે.વરસાદી પાણી અહીંના કારખાનામાં ઘુસી જવાથી ઉધોગકારોને ભારે મુશ્કેલી પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના લાતીપ્લોટ વિસાતરમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવની સમસ્યાઓ છે.અહીં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોવાથી દર ચોમાસે સામાન્ય વરસાદમાં પણ લાતી પ્લોટમાં પાણી ભરાઈ જાય છે.ત્યારે ભારે વરસાદમાં લાતીપ્લોટની નર્કથી બદતર સ્થિતિ સર્જાઈ જાય છે.દર ચોમાસે આ ગંભીર સમસ્યા સર્જાતી હોવાથી સ્થાનિક ઉધોગકારોએ તંત્ર સમક્ષ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.