મોરબી : નીચેનો બેઠોપુલ બંધ થતાં બન્ને પુલ ઉપર ભારે ટ્રાફિક જામ

- text


કાચબા ગતિ ચાલતા ટ્રાફિકથી અનેક વાહન ચાલકો ફસાયા

મોરબી : મોરબીની મચ્છુ નદી પરનો બેઠોપુલ બંધ થવાથી તમામ ટ્રાફિક બને પુલ પર ડાઈવર્ટ થઈ ગયો હતો.પરિણામે આજે સવારથી મયુર પુલ અને પાડા પુલ પર ટ્રાફિકની અંધાધુધી સર્જાઈ હતી. કાચબા ગતિએ ચાલતા ટ્રાફિકથી અનેક વાહન ચાલકો મુસીબતમાં મુકાઈ ગયા હતા.

મોરબીના સામાકાંઠાનો જોડતો મચ્છુ નદી પરના બેઠપુલ પર શહેર તરફ જવાના શક્તિ ચોકના નાકા પાસે આવેલી વર્ષોજુની જર્જરિત દિવાલનો અમુક હિસ્સો ત્રણ દિવસ પડી ગયા બાદ વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે જ આ બેઠોપુલ બંધ કરી દેવામાં આવ્યો હતો.જેથી તમામ વાહન વ્યવહાર મોરબીના મયુર પુલ અને પાડાપુલ પર ડાઈવર્ટ થઈ ગયો છે.આથી આ બન્ને પુલ પર ટ્રાફિક વધવાથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.આજે સવારથી જ આ બન્ને પુલ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો.જેથી પુલ વાહનો સાવ કાચબા ગતિએ ચાલતા હોવાના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા અને ખાસ્સો સમય સુધી ટ્રાફિકમાં ફસાયા બાદ કલાક બે કલાક મોડા પહોંચતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જોકે પાલિકા તંત્રએ ગઈકાલે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, બેઠપુલ પરની જર્જરિત દીવાલ તોડી પાડવા માટે જ્યાં સુધી કલેકટરનો.લેખિત હુકમ નહીં આવે ત્યાં સુધી આ બેઠોપુલ બંધ રહશે. બીજી તરફ બન્ને પુલ પર ટ્રાફિકની ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text